Home » Interviews » Visit of Vishwanidam Gurukulam and Interview with Jitubhai

Visit of Vishwanidam Gurukulam and Interview with Jitubhai

jitubhai vishwanidam gurukulam rajkot

Video interview Jitubhai Vishwanidam Gurukulam

ઝૂપડપટ્ટીનાં બાળકો માટેનાં આશાકિરણ સમાન વિશ્વનીડમની મુલાકાત

✒️ લેખન અને સંકલન: દેવાંગ વિભાકર
Founder – www.SpeakBindas.com
Rajkot

રાજકોટની ભાગોળે પ્રકૃતિનાં નયનરમ્ય સાનિધ્યમાં આવેલું છે વિશ્વનીડમ ગુરૂકુલમ. તેનાં સર્જક છે જીતુભાઇ. હાલમાં જ વિશ્વનીડમ ગુરૂકુલમની મુલાકાત લેવાનો અવસર મળ્યો. ખાસ તો છેલ્લા કેટલાક રવિવારથી રાજકોટમાં શ્રી વી. ડી. બાલાસાહેબ સંચાલિત ખેડુત હાટમાં જીતુભાઇ મળી જતા, જ્યાં તેઓ પુસ્તક પરબ ચલાવે છે જેમાં કોઇપણ હાજર પુસ્તકોમાથી તેમને ગમતુ પુસ્તક વિનામુલ્યે વાંચવા લઇ જઇ શકે છે, ત્યારે ભારપૂર્વક વિશ્વનીડમ ગુરૂકુલમની મુલાકાતે આવવાનું આમંત્રણ આપતા જે સાર્થક કરવાનો અવસર મળ્યો અને સાથે મળી તેમની જોરદાર પ્રવૃતિઓનાં ખજાનાને જાણવાની અને માણવાની એક અવિસ્મરણીય અને અદભૂત યાદી.

તેઓ ૧૯૯૭-૯૮થી ઝૂપડપટ્ટીનાં બાળકોને શિક્ષણ તેમજ ઘડતર આપવાનાં હેતુથી વિશ્વનીડમ સંસ્થા ચલાવી રહ્યા છે. કેટકેટલાય એવોર્ડ્સ મેળવી ચૂક્યા છે. સમયાંતરે વિકાસ કરતા આજે તેઓએ રાજકોટથી ૧૫ કિલોમીટરના અંતરે હવે વિશ્વનીડમ ગુરૂકુલમની રચના કરી છે જેમાં ઝૂપડપટ્ટીનાં બાળકોને ધો. ૧થી ૮ વિનામૂલ્યે શિક્ષણ પ્રદાન કરી રહ્યા છે અને તે પણ પ્રકૃતિનાં સાંનિધ્યમાં કેમ કે તેઓ ચોક્કસપણે માને છે કે બંધ દિવાલો કરતા બાળક ખૂલા વાતાવરણમાં વધારે ખીલે છે. રાજકોટ શહેરમાં તેમનાં જે શિક્ષણકેન્દ્રો ચાલે છે ત્યાથી વિશ્વનીડમ ગુરૂકુલમ સુધી લઇ જવા માટે ટ્રાન્સપોર્ટેશન માટે બે બસની પણ વ્યવસ્થા દાતાઓનાં સહયોગથી કરવામાં આવી છે.

અને આ ખુલુ વાતાવરણ એટલે કેવું વાતાવરણ? વેલ, પચાસથી પણ વધુ ગોધન ધરાવતી તેમની ગૌશાળા છે, બાળકોનો આત્મવિશ્વાસ વધે તે માટેની વિવિધ પ્રવૃતિઓ જેમ કે ઘોડેસવારી, ખેતીવાડી, એડવેન્ચર, રાયફલ શુટિંગ, ગાયોની જાળવણી, સિવણ ક્લાસ, કમ્પ્યુટસ લેબ, બ્યુટીપાર્લર કોર્ષ વગેરે. આત્મવિશ્વાસ કેળવવાની સાથે-સાથે તે બાળક મોટુ થઇને આત્મનિર્ભર પણ બને તેવી સ્કિલ-લક્ષી પ્રવૃતિઓ થકી તેઓની સંસ્થા વિશ્વનીડમ ઝૂપડપટ્ટીનાં બાળકો માટેનું આશાકિરણ બની રહી છે.

જીતુભાઇ તેમની સંસ્થાનો રોલ બાળકોનાં સર્વાંગ વિકાસઅર્થે પાલક માતા-પિતાનો જણાવે છે જેમાં તેઓ ઝૂપડપટ્ટીનાં બાળકોને શિક્ષણ આપવાની સાથે તેનાં ઘડતર માટે પર પ્રયત્નશીલ છે. જેમાં તેઓ પ્રાચીન સમયની ગુરુકુળ પધ્ધતિમાં જેવી રીતે ૬૪ પ્રકારની વિદ્યાઓ શિખવાડવામાં આવતી તેવી જ રીતે આજનાં સમયને અનુરુપ વિવિધ વિદ્યાઓ-સ્કિલ્સ પણ તેઓ શિખવે છે. મજાની વાત તો એ છે કે બાળકોનો ક્લાસરુમ એટલે કોન્ક્રિટનો ક્લાસરુમ નહી પરંતુ વાંસથી બનેલ અને બાજુમાં જ પક્ષીઓનાં સુમધુર સંગીતની સંગાથે કુદરતનાં ખોળે બનાવવામાં આવેલ એક અલગ જ વિશ્વ.

તેઓ ગૌશાળા પણ ચલાવે છે જેથી કરીને બાળકોને ગાયોને દોહવી, તેને ખોરાક(નિરણ) આપવો, ચરાવવા લઇ જવી વગેરે પણ શિખવા મળે છે. ગાય આધારિત ખેતીનાં પાઠ પણ શિખવવામાં આવે છે અને ગાય દ્રારા જે પંચામૃત મળે છે તેનું પણ શિક્ષણ બાળકો મેળવે છે. સાથે સાથે ખેતી કરતા પણ શિખવે છે જેમાં શાકભાજી, કઠોળ, ઘાસચારો વગેરેનું વાવેતર કરવામાં આવે છે. સંસ્થાનો ઉદેશ્ય છે કે બાળક પોતે ખીલે, પોતાના સપનાઓ પોતે જોતા થાય. આ ઉદેશ્યને ફળીભૂત કરવા અર્થે સંસ્થા દ્વારા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે. શહેરમાં વસતા લોકોને તેઓ કિચન ગાર્ડનિંગનો કન્સેપ્ટ પણ સવિસ્તાર સમજાવે છે અને તેને કેવી રીતે કરી શકાય તેનાં વિશે સંપૂર્ણ માર્ગદર્શન પણ આપે છે.

સંસ્થાનું કાર્ય ઝૂપડપટ્ટી સાથે સંકળાયેલ હોવાથી બાળકોને શિક્ષણ આપવાની સાથે કુટુંબ નિયોજનનાં પાઠ પણ ઝૂપડપટ્ટીનાં રહેવાસીઓને શિખવે છે અને તેમાં નક્કર પરિણામ પણ મેળવેલ છે જેમાં પહેલા આઠ-દસ બાળકોની જગ્યાએ હવે માત્ર બે બાળકો સુધીનું કુટુંબ નિયોજન તેઓ તેમનાં અથાક પ્રયાસ અને સમજણના સેતુ અને પ્રસાર દ્વારા કરાવી શક્યા છે. ગર્ભ સંસ્કાર વિશે પણ તેઓ માહિતી આપે છે જેથી માતા બનવા જઇ રહેલી સ્ત્રી તેનાં સંતાનને તેનાં જન્મ પહેલા જ સંસ્કારિત કરી શકે.

જીતુભાઇ પોતે એક પ્રખર વાંચક છે. ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિને લગતુ વાંચન તો તેમનું પુષ્કળ છે જ સાથે સાથે તેઓએ વિશ્વનાં લેખકોનું પણ વાંચન પણ ખાસુ એવું કર્યું છે અને તેથી જ વાંચનનાં ફાયદાઓને તેઓ જાત-અનુભવે જાણે છે અને તેથી બાળકો માટે સંસ્થામાં એક અલાયદી લાયબ્રેરી પણ છે.

તેમની સંસ્થા વિશ્વનીડમ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ દાન આધારિત ચાલે છે જેમાં તેઓને ગુજરાત, મુંબઇ અને ભારતભરથી દાન મળતુ હોય છે. જો કે, સમયની માંગને જોતા તેમની સંસ્થાને વિશાળ ગુરૂકુલમ બનાવવા માટે, સર્વ પ્રવૃતિઓને પૂર્ણરુપ આપવા માટે, ઝૂપડપટ્ટીનાં બાળકોની શૈક્ષણિક જરુરિયાતોને પુરી કરવા માટે તેઓને દાનની હજી ઘણી જરુરિયાત છે. પૂર્ણ નિસ્વાર્થ સાથે કહી શકાય કે છેવાડાનાં વ્યક્તિ માટે જાત ઘસીને, જીવન ઘસીને જે પ્રવૃતિ કરવા માટે જાણે ભેખ ધારણ કર્યો છે જીતુભાઇએ તેનાં માટે સમાજનાં શ્રેષ્ઠિઓને આગળ આવીને તેમની સંસ્થાને શક્ય તેટલું અનુદાન કરવાની નમ્ર અપીલ છે જેથી કરી નહિં માત્ર ઝૂપડપટ્ટીનાં બાળકોને શિક્ષણ મળે પરંતુ ભારતની સંસ્કૃતિની ધરોહર સમાજ જે “ગુરુકુળ પ્રણાલી” હતી જેમાં સુદામા અને કૃષ્ણ બન્ને વર્ગનાં વિદ્યાર્થીઓ સાથે ભણતા અને શિક્ષણની સાથે વિવિધ વિદ્યાઓ પણ શિખતા જે તેમનાં જીવનનાં ઘડતરમાં ખૂબજ ઉપયોગી બની રહેતી તે પ્રણાલીને ફરીથી જીવંત કરવા માટે પણ વિશ્વનીડમ ગુરૂકુલમને સહયોગ કરવાની જરુરીયાત છે.

આ થયો મારુ અનુભવ અને પ્રતિભાવ પરંતુ વિશ્વનીડમ ગુરૂકુલમનાં કાર્યોને સ્વાનુભવે નજીકથી જાણવા માટે તમે જાતે જ તેની મુલાકાત લઇ શકો છો. સંસ્થા તેમજ જીતુભાઇનાં સંપર્ક/ડોનેશન માટેની વિગતો નીચે આપેલ છે.

contact donate vishwanidam gurukulam

=============
સંપર્ક:
“Vishwanidam Gurukuram”,
Near Elusium Bunglows,
2nd Ring Road Munjka Chowkdi,
At Ishwariya Village, Rajkot – 360110
Google Map Location: https://maps.app.goo.gl/YuYNrP48JXdn4kXH7

વેબસાઇટ: https://vishwanidam.org/
ઇ-મેઇલ: vishwanidam@gmail.com
મો. 9427728915 (જીતુભાઇ)

————–

ડોનેશન માટે:
Pan No:- AAATV5322N
REGD No:- E-7377
Bankers:- CENTRAL BANK OF INDIA
University Branch
Rajkot

Bank A/C No:-134 093 8848
IFSC Code No :- CBIN0281313
Micr Code:-360016009
=============

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*