આ ફોટોમાં છે તેઓ ઉજ્જૈન સ્મશાન નિવાસી મહાકાલ તિલકધારી બાબા છે જેઓ એક અઘોરી બાબા છે અને બેએક વર્ષ પહેલા યુટ્યુબ પર ખૂબજ પોપ્યુલર થયેલ. તેમનાં વિડિયોઝ યુટ્યુબ પર “અઘોરી બાબા” અથવા “અઘોરી બાબા મહાકાલ” વગેરે સર્ચ કરવાથી મળે છે, જેમાનાં એક વિડિયોનાં વ્યુઝ તો ૧૦ મિલિયન જેટલા છે અને બાકી ૨ મિલિયન વગેરે છે. તેમનું પોપ્યુલર થવાનું કારણ એ હતુ કે એક તો “અઘોર” વિષય જ એવો છે જેમાં ખૂબ બધાને રસ પડે છે તેમજ તે વિષય પ્રત્યે ખૂબ બધી માન્યતાઓ-ગેરમાન્યતાઓ-અફવાઓ વગેરે એવી છે કે વિષય પોતે જ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અને બીજુ કારણ એ કે મહાકાલ તિલકધારી બાબાની વાત કરવાની પધ્ધતિ. તેઓ એકદમ બિન્દાસ રીતે, બિન્દાસ શબ્દોમાં અઘોર વિષય પર અટપટ્ટી વાતો કરે છે. તેમણે અઘોર સંપ્રદાય વિષે ઘણી ગેરમાન્યતાઓ પણ દુર કરેલ.
ગઇકાલે અનાયાસે જ તેમને રાજકોટમાં જ મળવાનો મોકો મળ્યો. મારા પરમમિત્ર સન્નિ રાઠોડનાં પિતા શ્રી વિનુભાઇ રાઠોડનો(બટુકભાઇ) ફોન આવ્યો કે મહાકાલ તિલકધારી બાપુ રાજકોટમાં છે અને સાંજે મળી શકાય એમ છે. વિનુભાઇ પર બાપુનો અનહદ પ્રેમ. ૧૦ વર્ષથી સંપર્કમાં. અને ૨૦૨૩માં મને ખૂદને અન્ય સાધુ અને દૈવી વ્યક્તિ દ્રારા બે અલગ-અલગ પ્રત્યક્ષ પ્રમાણમાં બંધ બેસતી(જેમ ચાર્વાક કહે છે તેમ) અદભૂત અનુભૂતિઓ થયેલી એટલે ચમત્કાર વિષેનાં પછીથી પ્રશ્નો તો મટી ગયા છે એટલે સ્પીકબિન્દાસ માટે ઇન્ટરવ્યુંનાં ભાગરુપે તો નહી પરંતુ માત્ર દર્શનનાં હેતુઅર્થે જવાની ઇચ્છા. પરંતુ સ્વભાવ પ્રમાણે બાબા સાથે સહજ સત્સંગ ખૂબ થયો જેમાં મારા તો પ્રશ્નો હતા જ નહી પરંતુ તેઓની મોજમાં તેઓએ ઘણી-ઘણી વાત કરી જેમાની ઘણી સુક્ષ્મ પણ હતી. તેઓ એક જ્ઞાની પણ ખરા અને પ્રેમાળ પણ ખરા.
અઘોર પંથ પ્રત્યે ગેરમાન્યતાઓ ઘણી છે તેમાય ખાસ કરીને અઘોરી પ્રત્યે, પરંતુ તેમાનું કંઇપણ તેમનામાં ના દેખાય. સરળ ભાષામા, હાસ્ય સાથે જ્ઞાની ઘણી વાતો તેમણે પીરસી. હા, એ અલગ વાત છે કે તમે જ જો તેમને ચેલેન્જ કરવા પ્રશ્નો કરો તો પછી વાત અલગ છે. પરંતુ ગઇકાલનો અનુભવ ખૂબજ મોજનો રહ્યો. પુછ્યા વગર તેમણે ઘણું કહ્યું.
હવે તેઓ સોમનાથ, દ્રારકા વગેરે દર્શનીય સ્થળોએ જવાનાં છે. સતત ભ્રમણમાં હોય છે. અને તેમને મળવું આમેય પાછુ સહેલું પણ નથી હોતુ એટલે ગઇકાલે અનાયાસે બે કલાક જેટલો સમય તેમની સાથે ગાળવા મળ્યો એ બદલ વડિલ શ્રી વિનુભાઇનો ખૂબ-ખૂબ આભાર.
#mahakal #mahakaltilakgiri #aghor #aghori #aghoribaba #ujjain #sanatan #devangvibhakar