હું આણંદ ગયેલો. ત્યા જયેન્દ્રભાઇ રાતિયા સાથે સહજ મુલાકાત થઇ. તેઓ રહે વડોદરા. જ્ઞાતિએ મેર. તેમનું વતન પોરબંદર. વાતવાતમાં તેમણે તેમના ૯૩ વર્ષની ઉંમરે પહોંચેલ પિતાશ્રી વિશે માહિતી આપી. આ ઉંમરે પણ કોઇપણ રોગ નહી, નિયમીત ચાલે તેમજ ખમીરપણાની વાત કહી…. અને……..
…અને થોડા દિવસ બાદ જુનાગઢ ખાતે હું તેમને મળવા પહોંચ્યો. આ ખમીરવંતા બુઝુર્ગ એટલે અગ્રણી વકિલ, મેર જ્ઞાતિના મોભી, સામાજીક કાર્યકર એવા ભાયાભાઇ માલદેભાઇ રાતિયા, કે જેમને લોકો “બાપુ” “રાતિયા સાહેબ”ના નામથી સંબોધે છે.
Video Interview of B.M. Ratiya
ઓગણીસમી સદીના બીજા દાયકામાં તા. ૬-૯-૧૯૨૧નાં રોજ જન્મેલ ભાયાભાઇ માલદેભાઇ રાતિયા આજે જીવનનાં નેવુંમા દાયકામાં પ્રવેશ્યા છે. ૯૩ વર્ષની જૈફવયે પણ તેઓનું ખમીર અને શરીર હકડેઠઠ છે. એક વકિલ તરીકે વર્ષો સુધી પ્રેક્ટીસ કરી, વિશેષ તો સેલ્સ-ટેક્સ અને ઇન્કમટેક્સનાં સલાહકાર તરીકે, સાથે સાથે વકિલાતને એક વ્યવસાયથી વિશેષ સમજીને માનવીયપણા સાથે જ્યા જરૂર ના હોય ત્યા કેસ પાછા ખેંચાવીને સમાધાન કરાવ્યા. તેઓ હાલમાં જુનાગઢ રહે છે.
છ-સાત વર્ષની ઉંમરે ગામડે ઘોડો ખેલવતા પડ્યા. તેમાં ડાબા હાથમાં ખૂબજ ઇજા થઇ. હાથ સોજી ગયો, પાણી ભરાઇ ગયુ. ડોક્ટરની સલાહને અનુસરતા ગ્રેંગરીન રોગની શક્યતાના કારણે પોણો હાથ કપાવવો પડ્યો. આવડી નાની ઉંમરે એક હાથ ગુમાવ્યો. પરંતુ આ વિપદા જાણે એક નવી દિશા લઇને આવેલ. મેરનો દિકરો. બાપદાદાને ખેતીનું કામ. એટલે ખેતી જ કરવાની, પરંતુ હાથ ગુમાવવાના કારણે ખેતીને બદલે ભણવું એવુ નક્કી કરવામાં આવ્યુ. હાથની ઇજાના કારણે વકિલ બન્યા. જો કે, અંગત પ્રેક્ટીસ શરૂ કર્યા પહેલા તેઓએ નોકરી કરી અનુભવ મેળવ્યો.
આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ આ ઉંમરે પણ કોઇપણ પ્રકારના રોગથી પિડાતા નથી. હડેડાટ ગતિએ ચાલી શકે. સત્યાવીસ વખત ગિરનારની પરિક્રમા કરેલી છે તેમજ કેટલીયવાર ગિરનાર ચડ્યા છે. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, સાંધાના દુ:ખાવો જેવા કોઇપણ રોગ નેવુ વર્ષ પછી પણ નથી થયા. ખોરાકમાં સંતુલિત આહાર. જે તે સમયે નોનવેજ ખાતા પણ વર્ષોથી તેનો પણ ત્યાગ કરેલ છે. દૂધ-રોટલી તેમજ સાત્વિક શાકભાજીનો સપ્રમાણ ખોરાક. બાબા રામદેવજીથી પ્રેરીત થઇને યોગ, પ્રાણાયામ કરે. મોજથી ચાલવા જાય.
સશક્ત વ્યક્તિ પણ જે કરતા એકવાર વિચાર કરે અને વિચાર કર્યા બાદ કરે નહી તેવા (દુ)સાહસો તેમણે કરેલ છે! એકવાર હરિદ્રાર ગયેલા. ગંગા નદીના પુલ પરથી પસાર થતા ઇચ્છા થઇ કે આમા કુદકો લગાવીએ અને તરીએ. બીજી ક્ષણે તેઓ ગંગાજીના વહેણમાં, તે પણ એકહાથે! ત્રણ-ચાર કિલોમીટર જેટલુ તરીને ગંગાજીના સામા કાંઠે નિકળ્યા. આવી જ રીતે એકવાર આફ્રિકાની મુલાકાત દરમ્યાન સમુદ્રમાં પડેલા. સગાવ્હાલાઓ સાથે જ હતા પણ થોડા દુર હતા. તેમને તો પછી જાણ થઇ! નાનપણમાં ગામડે નદી, નાળા અને કુવાઓમાં ધૂબાકા મારીને તરવાનું શીખેલા.
સામાજીક ક્ષેત્રે પણ તેઓ કાર્યરત. તેમની જ્ઞાતિની દિકરીઓ માટે જુનાગઢમાં એક બોર્ડિંગ બનાવવામા પોતે ઇન્સ્ટ્રુમેન્ટલ બન્યા. ભવનાથ તળેટી, જુનાગઢમાં તેમની જ્ઞાતિનું ભવન બંધાવવામાં પણ અગ્રેસર. ગામડે દુકાળને ખાળવા આગળ રહીને તળાવનું નિર્માણ કરાવ્યુ જેમાં સરકાર તેમજ ગ્રામજનો બન્ને વચ્ચે માધ્યમ બન્યા. શૈક્ષણિક સંસ્થામાં પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી. વકિલ તરીકે તેમજ માનવી તરીકે કેટલાય ડખ્ખાઓમાં સમાધાન કરાવવામાં સફળ રહ્યા.
આ ઇન્ટરવ્યુમાં તેમણે તેમના જીવનની એક આછેરી ઝલક આપી છે. તેમના પુત્ર દિલીપભાઇએ જેઓ ઇન્ટરવ્યુ વખતે હાજર હતા તેમણે પણ થોડા સંસ્મરણો વાગોડ્યા છે. હિમેનભાઇ ધોળકિયા, નિવૃત આચાર્ય કે જેઓ સાંજે ’બાપુ’ સાથે બેઠક ધરાવે છે તેઓએ પણ તેમના અનુભવો વાગોળ્યા છે, જે ઉપરના વિડીયો ઇન્ટરવ્યુમાં જોઇ શકશો.
આ વડીલને મારા બે હાથના નમન. આટલું લાંબુ ન જીવાય તો કાંઈ નહીં પણ આવું ખૂમારીવાળું જીવન જીવાય તો ય ઘણું છે.
આવી પ્રતિભાના પરિચય બદલ આપનો આભાર, હા, ખાસ તો આપનું થાઈલેન્ડનું ટી શર્ટ ગમ્યું.
જેટલી એમની ખૂમારી છે એટલો જ એમનો “લેટ ગો”નો સ્વભાવ છે. વ્હોટ એ બેલેન્સ!
ખરેખર અદભૂત અને સાંભળી જીવનમાં કામ આવે તેવું ઈન્ટરવ્યું અને મળવા જેવા માનવી….
DEAR DEVANG
THANKS FOR THE INTERVIEW OF BHAYABHAI.
THIS IS THE EXAMPLE OF SELF DISCIPLINE & MOTIVATION OF YOUR OWN ABILITY WHICH WAS EXPOSED DUE TO HIS FALL
I TIRED TO CONTACT U IN RAJKOT WHEN I WAS IN MUMBAI DUE TO DEATH OF MY ELDER BROTHER RATIBHAI IN MUMBAI AT THE AGE OF 91
HE PASSED AWAY ON 10TH OCT, 2013.
How can I forget Ratidada. GujaratiLexicon by him is used by me and many Gujaratis everyday.
You’ve my number, so as and when you happen to visit India again, contact me. If things permit, would like to meet you and hear about your experiences of life.
Devang,
You are doing a wonderful job at these kinds of interviews.
Comment 1: Photography – It would be nice to get even a closer zoom now and then and a slightly better demo of his left arm’s ability. Would also be nice to see shots of getting up and walking around with him and sitting by the water of the lake.
Comment 2: ભાયાભાઈ ની જીવનકથા એક અદબુત જીવન ચારીત્રની કથા છે. આજ કાલ માણસ વધારે જીવે છે અને જીવી શકે છે, એટલે આવી કથાઓ ઘણા લોકોને લાગુ પડે અને એમાંથી શીખવાનું પણ મળે.
Comment 3. भारत में ऐसे प्रमाणिक लोयर होते है यह जानके मुजे बहोत ख़ुशी हुई | उसको २०१४ में नरेन्द्र मोदी के साथ दिल्ही भेज दो! सारा भारतको प्रोत्साहन मीलेगा |
धन्यवाद |
Best , Very Help Full For Health & Life.
Dear Devangbhai,
Appreciating your good works & thanks for sharing the vat-chit of murabbi shri Ratiya saheb. Really his sprit of looking to society is motivational for all of us.
God bless him.
Regards,
Ramesh Patel
સાલુ કેવુ પડે હો… પણ સરળ જીવન પધ્ધતીનો તો કોઇ જ વીકલ્પ જ નથી.
Thank you for interviewing Bhayabhai Ratiya who is my father in law. We lovingly call him Bapu. The interview has barely touched the tip of the iceberg. I will give you one example.. the Bhavnath Maher Gnati Bhavan was built at his own cost to start with and when the community saw the building donations poured in. The initial risk was taken by Bapu personally!! There are plenty more examples where one could easily write a book on him. A man of principles in the true sense.
Definitely, a book as well as a video documentary depicting his life and experiences can be made. In fact, I have already shared the same idea with Jayendrabhai & Dilipbhai.
This interview was kind of an introduction of him 🙂
Today we lost Great Person…. Shri Bhayabhai Maldebhai Ratia passed away Today…
RIP…
May God give peace to the departed soul.
RIP