Home » Articles » Video – Gauvigyan Ane Aarogya Parisamvad, Organized by Jalkranti Trust, Rajkot

Video – Gauvigyan Ane Aarogya Parisamvad, Organized by Jalkranti Trust, Rajkot

જળક્રાંતિ ટ્રસ્ટ(મનસુખભાઇ સુવાગીયા) આયોજીત “ગોવિજ્ઞાન અને આરોગ્ય પરિસંવાદ”માં ડો. પાંચાભાઇ દમણિયા(એમ.ડી. આયુર્વેદ, ઉના)નું “ગાય” વિષર પરનું અદભૂતમ કહી શકાય તેવુ વક્તવ્ય સાંભળ્યુ. આ ડોક્ટર સાહેબને કેટલાય શાસ્ત્રો જાણે સાવ મોઢે છે. વક્તવ્યમાં કેટકેટલાય શાસ્ત્રોનાં પ્રમાણો ટાંકીને તેમણે ગાયના દુધ, ઘી, મુત્ર, છાસ વગેરે વિશે જે અતિ ઉપયોગી છણાવટ કરેલ તે ન ભૂતો ન ભવિષ્યતિ જેવી બની રહી.

આટલુ અગાધ જ્ઞાન! ખાલી વાતો હોય તો ઇમ્પ્રેસ ના થવાય. તેમણે ગાયના ઘી અને પીપળાના પાનની રેમેડી દ્રારા ૧૦૦૦ જેટલા નિ:સંતાન દંપતિઓને ખોળો ખૂંદનાર સંતાનની પ્રાપ્તિ કરાવી છે. તેના સિવાય આવી તો કેટલીય આયુર્વેદિક રેમેડી તેમજ પ્રયોગો અને તેના સફળ અનુભવોનું વર્ણન કર્યુ.

આયુર્વેદમાં ચમત્કારીક કહી શકાય તેવી જે તાકાત છે તે ડો. દમણિયા સાહેબ પાસેથી સાંભળવા મળી. આપણી પ્રાચીન(પરંતુ ડેવલપ્ડ) સંસ્કૃતિનાં આવા વાહકનું પણ જતન(સન્માનો નહી) થવુ જોઇએ અને તેમનાં જ્ઞાન અને અનુભવનો ઉપયોગ વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા જોઇએ. મનસુખભાઇ સુવાગીયાએ ખરેખર એક ઉમદા પહેલ કરી છે. આયુર્વેદ જેવા અઘરા વિષયને પણ “પરીણાત્મક” રીતે રજુ કરીને ડો. દમણિયાએ તેને રસમય બનાવી દિધુ.

ભારતીય સંસ્કૃતિએ જગતને ગોદર્શન-શાસ્ત્રો-શિક્ષણ-કળા-યોગ અને આયુર્વેદની અજોડ ભેટ આપી છે. જીવન-કૃષિ-સંસ્કૃતિ અને રાષ્ટ્રના કેન્દ્રમાં ગાય છે અને આયુર્વેદ જગતની ચિકીત્સા પધ્ધતિની જનેતા છે. ગોવિજ્ઞાન અને આયુર્વેદના આરાધક ડો. પાંચાભાઇ દમણિયા (એમ.ડી.- આયુર્વેદ, ઉના)એ આયુર્વેદમાં એમ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ આયુર્વેદના તમામ ગ્રંથો, ચાર વેદ, છ દર્શનશાસ્ત્રો, રામાયણ, શ્રીમદ ભાગવત, મહાભારત અને ૧૮ પુરાણોમાં સમાયેલ ગોજ્ઞાનની આરાધના કરીને આરોગ્ય ક્ષેત્રે અજોડ સંશોધનો કર્યા છે.

Full Video


Dr Panchabhai Damniya, M.D. Ayurved, Una

Dr Panchabhai Damniya, M.D. Ayurved, Una

દેશી ગાયનું ઘી અને પીપળાથી તેઓએ ૧૦૦૦થી વધુ નિ:સંતાન દંપતિને દિવ્ય સંતાન પ્રાપ્તિની સફળતા અપાવી છે. આ સંશોધન આયુર્વેદ યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં સામેલ કરેલ છે. માનસિક રોગો, કમર દર્દ, કેન્સર, હદયરોગ, શ્વાસ, ચામડીના દર્દો, ડાયાબિટીસ, વધુ વજન, વાળના પ્રશ્નો, સાયટિકા જેવા અસાધ્ય રોગોથી નિવારણ માટે ૬૦ પ્રકારના મેડિકલ ઘી બનાવનાર તેઓ શ્રી ભારતના પ્રથમ ડોક્ટર છે. જળક્રાંતિ ટ્રસ્ટનાં પ્રમુખ મનસુખભાઇ સુવાગીયાના મતે તેઓ વર્તમાન યુગના આયુર્વેદઋષિ છે.

Mansukhbhai Suvagiya, President, Jalkranti Trust, Rajkot

Mansukhbhai Suvagiya, President, Jalkranti Trust, Rajkot

આ કાર્યક્રમનાં ભાગરૂપે ડો. દમણિયાએ ઉપરોક્ત વિષય પર ચરક સંહિતા જેવા વિવિધ શાસ્ત્રોનાં સંદર્ભ ટાંકીને ગાયના ઘીની ઉપયોગિતા ખૂબજ આહલાદક રીતે વર્ણવી. ગાયના ઘી દ્રારા તેઓએ કરેલ વિવિધ પ્રયોગો અને તેના ચમત્કારીક પરીણામોની માહિતી પણ આપી. ઘી તેમજ ગાય વિશેનાં વિવિધ શાસ્ત્રોમાં રહેલ પ્રમાણો તેમણે શાસ્ત્રનાં નામ સહિત, શ્લોક સાથે વિગતે વર્ણન કર્યુ. તેમના વક્તવ્ય બાદ તેમના અગાધ જ્ઞાન તેમજ પ્રયોગોથી અભિભૂત થયેલ શ્રોતાઓએ પ્રશ્નોની જાણે રમઝટ બોલાવી અને તેમની પાસેથી તેમનાં પ્રશ્નોનું સમાધાન કર્યુ.

મનસુખભાઇ સુવાગીયાએ જળક્રાંતિ ટ્રસ્ટની વિવિધ પ્રવૃતિઓ તેમજ તેમનાં સામાજીક કાર્યોનાં અનુભવ વિશે વિગતે છણાવટ કરેલ.

———- Excerpt in English ————

Jalkranti Trust, Rajkot had organized a program “Govigyan Ane Aarogya Parisamvad”, where Dr. Panchabhai Damniya, M.D. Ayurved gave very informative lecture which was full of authentic references from various scriptures like Charak Samhita, Sushrut, Bhagwad Gita and various Puranas. He gave intense lecture on the subject of use of Ghee made from Gir cow. He also provided knowledge about various remedies based on this Ghee.

Mansukhbhai Suvagia, President of the trust gave detailed information about various activities of the trust. This program was organized at Flotech Pump, Shapar.

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

One thought on “Video – Gauvigyan Ane Aarogya Parisamvad, Organized by Jalkranti Trust, Rajkot

  1. દિનેશ ટીલવા says:

    આભાર દેવાંગભાઈ, અહી વિગતે ફીડ બે દિવસ પછી આપીશ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*