Home » Articles » Gangasati – Info

Gangasati – Info

ગંગાસતી

વીજળીને ચમકારે મોતીડા પરોવો રે પાનબાઈ….આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાના લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગાસતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની. નાનકડા ગામડામાં વસનાર ગંગાસતીએ ચોપડીયો અભ્યાસ ન કર્યો હોય પરંતુ અધ્યાત્મ માર્ગના ઊંડા રહસ્યો તેમના પદોમાં રહસ્યોદઘાટિત થતા જોઈ શકાય છે.

ડાબી ઈંગલા ને જમણી છે પિંગલા રાખવું સ્વરભેદમાં ધ્યાન રે, સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું એમ કાયમ લેવું વ્રતમાન રે ..

માં યોગમાર્ગના રહસ્યો,અને પ્રાણાયામનું વિજ્ઞાન રજૂ થયું છે. તો એમના પ્રસિદ્ધ ભજન વીજળીને ચમકારેમાં એમની કોઠાસૂઝ કે ગણિતની આવડત અનોખી રીતે છતી થઈ છે.

જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ એકવીસ હજાર છસ્સોને કાળ ખાશે.

માણસ દર મિનિટે 15 શ્વાસોશ્વાસ લેતો હોય છે. આ ગણત્રી પ્રમાણે એક દિવસના 21,600 શ્વાસોશ્વાસ થાય. એટલે એમની પંક્તિમાં એકવીસ હજાર છસ્સોની ગણના કેટલી વૈજ્ઞાનિક આધારવાળી છે.

ગંગાસતીના ભજનોની રચના પાછળની કથા કંઈક આ પ્રમાણે છે. એકવાર એક ખેડૂતની ગાય સર્પદંશથી મરણ પામી. જીવદયાથી કે લોકોના વ્યંગને કારણે ગંગાસતીના પતિ કહળસંગ સિદ્ધિનો ઉપયોગ કરવા પ્રેરાયા. એથી ગાય સજીવન થઈ અને ચોતરફ વાત ફેલાઈ ગઈ. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામસ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગાસતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી. કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ.

—-

સુરેશભાઇ જાનીના બ્લોગ પરથી સાભાર – http://sureshbjani.wordpress.com/2006/06/23/ganga_sati/

નામ

  • ગંગાબાઇ ફહળુભા ગોહિલ

ઉપનામ

  • સોરઠનાં મીરાંબાઇ

જન્મ

  • 1846 – રાજપરા – પાલીતાણા

અવસાન

  • 1894

માતા

  • રૂપાળીબા

પિતા

  • ભાઇજી જેસાજી સરવૈયા

ભાઇ બહેન

  • ચાર ભાઇ બહેન

લગ્ન 1864 – સમઢિયાળાના ગરાસદાર કહળસંગ કલભા ગોહિલ (કહળુભા) સાથે; જ્ઞાતિના રિવાજ પ્રમણે લગ્ન સાસરે જ થયા.

સંતાનો એક માન્યતા – બે પુત્રીઓ – બાઇ રાજબા અને હરિબા , પાનબાઇ પિયરમાંથી સાથે આવેલી ખવાસ-કન્યા અને દાસી; બીજી માન્યતા– એક પુત્ર – અજોભા અને પૂત્રવધુ પાનબાઇ

અભ્યાસ

  • કાંઇ નહીં પણ પીપરાળી ગામના ગુરૂ ભૂધરદાસજી પાસેથી મળેલ જ્ઞાન તેમના ભજનોમાં ઉતર્યું છે.

વ્યવસાય

  • ઘરકામ અને ભક્તિ

પ્રદાન

  • સૌરાષ્ટ્ર માં બહુ જ ગવાતા 51 ગીતો

જીવન

  • પતિ પણ ધર્મપરાયણ, બન્ને દંપતિ ભક્તિ ભાવ અને સાધુ સંતોની સેવામાં રચ્યા પચ્યા રહેતા.
  • ગામનું ઘર સાંકડું પડતાં વાડીમાં ઝુંપડી અને હનુમાનજીની દેરી બનાવીને રહ્યા.
  • ચમત્કારિક ઘટના બનતાં લોકો કહળુભા ની પૂજા લોકો કરવા લાગ્યા. આથી તેમણે જીવતાં સમાધિ લીધી
  • પતિના મૃત્યુ બાદ ગંગાસતીએ રોજના એક લેખે 52 ભજનો પાનબાઇને ધાર્મિક શિક્ષણ આપવા સંભળાવ્યા અને 53મા દિવસે પોતે પણ જીવતા સમાધિ લીધી.
  • આ દુઃખ સહન ન થતાં પાન બાઇ એ પણ  જીવતા સમાધિ લીધી.

Ref.: Wikipedia,

About

Devang Vibhakar is the Founder and Editor of www.SpeakBindas.com. He has interviewed more than 350 people. His effort was recognized by Limca Book of Records, twice. He has been to Scotland as well as Germany as part of vocational & cultural exchange programs and has compiled five books so far. He's passionate about bringing forth interesting stories & interviews of entrepreneurs to avid readers of SpeakBindas. He can be reached here.

2 thoughts on “Gangasati – Info

  1. Dadu says:

    Sadasukhi Dewangbhai,
    Kushal mangal…
    So much happy to read much about Gangasati and Panbai. More happiness is waiting if you can arrange for me, for all the 52 Bhajans, which you must have with you. Thanks in advance.

    Dadu Chicago…

    1. Dear Dadu,

      Sorry, I don’t have it but you can listen the discourse (in Gujarati) on Gangasati by Khodabapa here: https://www.speakbindas.com/khodabapa-discourse-on-gangasati-part-1/

      There are total of 6 parts. above is part 1. Simply change the URL as per part for all 6 parts.

      Hope it helps.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*
*